Unjha Market Yard Election: ભાજપનું મોવડીમંડળ મુંઝવણમાં, બે જૂથમાંથી ભાજપ કોને આપશે મેન્ડેટ?

Continues below advertisement

ગુજરાતની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી ઊંઝા APMCની ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે APMCની ચૂંટણી જીતવા માટે ભાજપના જ બેથી ત્રણ ગ્રૂપમાં પડાપડી થઈ છે. વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી 14 ઉમેદવારોની જગ્યા માટે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. ત્યારે ફોર્મ પરત ખેંચાયા બાદ 36 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેમાંથી ખેડૂત પ્રતિનિધિ તરીકેની 10 જગ્યા માટે 20 ઉમેદવાર અને વેપારીઓના ચાર પ્રતિનિધિની જગ્યા માટે 16 ઉમેદવારોએ મોદાનમાં ઉતર્યા છે. ચૂંટણી સમરસ નહીં થાય તો આગામી 16મી ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

ઊંઝા માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણી માટે આગામી 16મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805 મળીને કુલ 1066 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના બોર્ડ ઓફ ડિરેકટર્સનું ભાવિ નિર્ધારીત કરશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram