National Awards 2024 | Kutch Express | ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળ્યા 3 રાષ્ટ્રીય પુરસ્કાર

Continues below advertisement

70th National Film Awards: માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ફિલ્મથી લઈને શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી સુધીની ઘણી શ્રેણીઓમાં આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.  ચાલો જાણીએ કે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કોણે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો છે. તમને જણાવી દઈએ કે સાઉથ એક્ટર રિષભ શેટ્ટીએ બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. તેને  ફિલ્મ ‘કાંતારા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.  

 

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો દેશભરમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને અન્ય  શ્રેણીઓ સહિત વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવે છે. 

બેસ્ટ ફીચર ફિલ્મ: આટ્ટમ (મલયાલમ) 
બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ડાયરેક્ટર : પ્રમોદ કુમાર (ફૌજા, હરિયાણવી ફિલ્મ) 
બેસ્ટ લોકપ્રિય ફિલ્મ : કાંતારા
બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ 
બેસ્ટ  ફિલ્મ (AVGC- એનિમેશન, વિઝ્યુઅલ) ઇફેક્ટ્સ ગેમિંગ અને કૉમિક્સ: બ્રહ્માસ્ત્ર
બેસ્ટ ડાયરેક્શન: સૂરજ બડજાત્યા (ઉંચાઈ) 
બેસ્ટ અભિનેતા (મુખ્ય ભૂમિકા): ઋષભ શેટ્ટી (કાંતારા) 
બેસ્ટ અભિનેત્રી (મુખ્ય ભૂમિકા): નિત્યા મેનન (તિરુચિત્રામ્બલમ)
બેસ્ટ અભિનેતા (સપોર્ટિંગ રોલ): પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ) 
બેસ્ટ અભિનેત્રી (સપોર્ટિંગ રોલ): નીના ગુપ્તા (ઉંચાઈ) 
બેસ્ટ ચાઈલ્ડ કલાકાર: શ્રીપત (મલ્લિકાપુરમ, મલયાલમ ફિલ્મ) 
બેસ્ટ ગાયક (મેલ): અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર) 
બેસ્ટ સિંગર (ફિમેલ): બોમ્બે જયશ્રી 
બેસ્ટ સિનેમેટોગ્રાફી: રવિ વર્મન (પોન્નિયન સેલ્વન) 
બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજિનલ): આટ્ટમ (મલયાલમ) 
બેસ્ટ સ્ક્રીનપ્લે (ડાયલોગ): (ગુલમોહર) 
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન: અનંત (પોન્નિયન સેલ્વન) ) 
બેસ્ટ એડિટિંગઃ આટ્ટમ (મલયાલમ) 
બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન (ગીત): પ્રીતમ(બ્રહ્માસ્ત્ર) બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલવાન) 
સ્પેશલ મેંશન: મનોજ બાજપેયીને ગુલમોહર માટે, મ્યૂઝિક ડાયરેક્ટર સંજય સલિલ ફિલ્મ 'kadhikan'

બેસ્ટ ફીચર ફિલ્મ (હિન્દી): ગુલમોહર 
બેસ્ટ ફીચર ફિલ્મ (તેલુગુ): કાર્તિકેય 2 
બેસ્ટ ફીચર ફિલ્મ (તમિલ): પોન્નિયન સેલ્વન
બેસ્ટ ફીચર ફિલ્મ (ટીવા): સિકાઈસલ 
બેસ્ટ ફીચર ફિલ્મ (મલયાલમ): સાઉદી વેલક્કા સીસી. 225/2009 
બેસ્ટ ફીચર ફિલ્મ (કન્નડ): કે. જી. એફ. ચેપ્ટર 2 
બેસ્ટ ફીચર ફિલ્મ (મરાઠી): વાલ્વી
બેસ્ટ ફીચર ફિલ્મ (પંજાબી): બાગી દી ધી 
બેસ્ટ ફીચર ફિલ્મ (ઉડિયા): દમન
બેસ્ટ ફીચર ફિલ્મ (ઉડિયા): કાબેરી અંતર્ઘાન 
બેસ્ટ ફીચર ફિલ્મ(અસમિયા): એમુથિ પુથી 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram