Banaskantha BJP Candidate | 'ગેનીબેન રાહુલ ગાંધીના ઉમેદવાર' રેખાબેન ચૌધરીએ કર્યા પ્રહાર
Banaskantha BJP Candidate | બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી એ દાતા મતવિસ્તારના થાણા ગામે ચૂંટણી સભા સંબોધી હતી.. ચૂંટણી પ્રચાર દરમ્યાન રેખાબેન નું નિવેદન.સામે આવ્યું છે.. રેખાબેને કહ્યું કે હું મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે કોંગ્રેસ વાળા બેન રાહુલ ગાંધીના ઉમેદવાર છે. બેન જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે મારે તો બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડવાની છે બેન કોંગ્રેસને જીવતી રાખવા માટે ચૂંટણી લડી રહ્યા છે મારે તો સર્વે સમાજનું ભલું થાય સર્વે સમાજનો વિકાસ થાય એ માટે આગળ વધવાનું છે.મોદી સાહેબે કરેલા વિકાસ નાં કામો ને લઇ તેમની યોજનાઓ થકી લોકો ને ખુબ મોટો લાભ મળ્યો છે ..ત્યારે મોદી સાહેબે આજે મને સેવા કરવાની તક આપી છે .હું તો માત્ર પ્રતીક છું.તમે બધા ઉમેદવાર છો.એમ સમજી આગળ વધવાનું છે. જીત્યા પસી તાત્કાલિક કાર્યાલય ખોલી ને લોકો નાં પ્રશ્નો નાં નિરાકરણ માટે પ્રયત્ન શીલ રહીશ. મોદી સાહેબ ને ત્રીજી વાર વડા પ્રધાન બનાવવા બનાસ ની દીકરી તરીકે તમારી જોડે આશીર્વાદ લેવા આવી છું.