હું તો પૂછીશઃ કોગ્રેસના કોર્પોરેટરના ભોજન સમારંભમાં તૂટ્યા નિયમો, પોલીસે હજુ નથી કરી કાર્યવાહી

Continues below advertisement
કોરોનાના કાળમાં સોશિલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વાળવામાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે હરિફાઇ લાગી છે.  સુરતમાં કૉંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ  ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.  કોરોના કાળમાં લગ્ન અને મરણ પ્રસંગે ભલે સામાન્ય જનતા 100થી વધુ વ્યકિતને ન બોલાવી શકે પણ સુરતમાં આ નેતાજીએ યોજેલા સમારંભમાં તો 200થી વધુ લોકોને આમંત્રણ અપાયું હતું. લોકો માસ્ક વિના જ જમવા પહોંચ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram