સીઆર પાટીલે નવા ચૂંટાયેલા કોર્પોરેટરને કેમ કહ્યુ- તમે તમારી તાકાત પર બિલકુલ જીતતા નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2021 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જીતેલા તમામ કોર્પોરેટરોને સ્પષ્ટ સૂચના આપી હતી. સભાને સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું કે જીતેલા કોર્પોરેટરોને અભિનંદન. પણ આ જીત ફક્ત કાર્યકર્તાઓની મહેનત અને લોકોના ભરોસાથી મળી છે. એટલે હવે આવતીકાલથી જ કામ પર લાગી જજો. કાર્યકર્તાઓની અને જનતાએ તમને જીતાડ્યા છે અને જો કોઈ કામની ફરિયાદ આવશે તો કાર્યવાઈ ચોક્કસથી કરાશે