ખેડૂતોના સમર્થનમાં મોટું આંદોલન કરવાની વાર્તા કરનાર શંકરસિંહ વાઘેલાનો યુ-ટર્ન, શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર: કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં શંકરસિંહ વાઘેલાએ ગાંધી આશ્રમથી દિલ્હી કૂચનું આહ્વાન કર્યું હતું. જોકે વહેલી સવારથીજ તેમના નિવસ્થાને પોલીસે નજરકેદ કરતા તેઓ કાર્યક્રમમાં જોડાયા ન હતા..જોકે તેમની સાથે જોડાનાર સમર્થકોની અમદાવાદ પોલીસે અટકાયત કરી હતી..અટકાયતમાંથી છુટકારો થયા બાદ સમર્થકો ગાંધીનગર પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાના નિવસ્થાને આગામી રણનીતી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.100 જેટલા સમર્થકોની હાજરીમાં શંકરસિંહ વાઘેલા એ આંદોલન અંગે ચર્ચા કરી હતી..બેઠક પૂર્ણ થયા બાદ શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમ જણાવ્યું હતું જે સવાર થી મને પોલીસે નજર કેદ કર્યો હતો. અમદાવાદમાં મારા સમર્થક કાર્યકરોને પોલીસે પકડ્યા હતા તેમને ગાંધીજીને નમન કરવાની પણ છૂટ ના આપી અને ઝંડા ફાડી નાખ્યા હતા. ભાજપે પોતાની સત્તા નો દુરુપયોગ કર્યો છે જેને લઇ કાર્યકરો મને મળવા આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, આંદોલનકારી કિસાનો ની સાથે અમે છીએ અને આગામી સમયમાં ગામડે ગામડે જઇ ખેડુતો ની સહીઓ લઈશું. .આ કાયદાથી માત્ર ખેડૂતોજ નહીં સામાન્ય માણસને પણ નુકશાન છે.
Continues below advertisement