Gir Somnath: વેરાવળ પાલિકાની ચૂંટણી અગાઉ ભાજપને ઝટકો, પૂર્વ BJP પ્રમુખ કોગ્રેસમાં જોડાયા
Continues below advertisement
ગીર સોમનાથની વેરાવળ પાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 9 ના ભાજપ પૂર્વ નગરસેવક અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કિરણ બેન ભીમજીયાણી તથા પૂર્વ શહેર યુવા ભાજપ પ્રમુખ હસમુખભાઈ ભીમજીયાણી 50 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમા જોડાયા હતા. સોમનાથ અને તાલાલાના કોંગ્રેસી ધારાસભ્યોએ તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા.
Continues below advertisement