Bhupendra Patel | મુખ્યમંત્રીના મમતા બેનર્જી પર આકરા પ્રહાર, કહ્યું, વાતો નહીં કામ કરો
Continues below advertisement
Bhupendra Patel | મહિલા ઉપર બળાત્કારના મામલે રાજકારણ ગરમાયું છે. ગુજરાતના મુખ્યમંત્રીએ મમતા બેનર્જીને જવાબ આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ઉપર પ્રહાર કર્યા. બંગાળ સરકારના દુષ્કર્મ વિરોધી કાયદા ઉપર મમતા બેનર્જી ઉપર પ્રહાર કર્યા. વાતો નહીં કામ કરો. દોષિતોને જલ્દી સજા મળવી જરૂરી તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું. મહિલાઓની સુરક્ષા એ મૂળભૂત માનવ અધિકાર છે. રાજકીય મુદ્દો નથી તેવી પણ વાત સીએમએ કરી છે. પોક્સો એક્ટ મહિલા સુરક્ષા માટેના અન્ય કાયદાઓ મજબૂત છે. બળાત્કારના ગુનાઓની અંદર ગુજરાત સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે તેવી પણ વાત સીએમએ કરી. બાળકીઓ ઉપર બળાત્કારના આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી તેવું પણ તેમણે કહ્યું.
Continues below advertisement
Tags :
Mamata Banerjee Gujarat CM West Bengal CM Bhupendra Patel Mamata-banerjee Kolkata Doctor Case