Haryana and J&K Election | થોડીક વારમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યાં મળશે બેઠક

Continues below advertisement

હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ બની છે. વિજયા દશમી, એટલે કે 12મી ઓક્ટોબરે, હરિયાણામાં નવી સરકારના શપથ ગ્રહણ થઈ શકે છે. ત્યારે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દિલ્હી પહોંચી ચૂક્યા છે. આજે ભાજપના મોટા નેતાઓની બેઠક પણ મળશે. પપોરે 12 વાગ્યે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસ સ્થાને આ બેઠક મળશે. જેમાં સરકાર બનાવવાને લઈને આગળની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવશે. સાથે જ કેબિનેટ અને શપથ ગ્રહણની તૈયારીઓ પર પણ ચર્ચા થશે. 

હરિયાણામાં ભાજપે હેટ્રિક લગાવીને ઇતિહાસ રચ્યો છે. 90 વિધાનસભા બેઠકમાં 48 બેઠક ભાજપે જીતી તો કોંગ્રેસના ખાતામાં 37 બેઠક આવી. જ્યારે INLDને બે અને અન્યના ફાળે ત્રણ બેઠક ગઈ. સતત ત્રીજી વખત જીતને લઈને ભાજપમાં જશનનો માહોલ છે. 

મંગળવારે રાત્રે દિલ્હી ભાજપ મુખ્યાલયથી પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપર પ્રચંડ પ્રહાર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ઇતિહાસમાં પ્રથમ વાર હરિયાણામાં કોઈ પાર્ટી, એટલે કે ભાજપ, ત્રીજી વાર સરકાર બનાવી રહી છે. આ જીતથી કોંગ્રેસના જુઠાણાઓ પર વિકાસની ગેરંટી ભારે પડી છે. સાથે જ આગામી સમયમાં પણ આ ચૂંટણી પરિણામોની અસર જોવા મળશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram