પૌત્રીની સગાઈમાં કોરોનાની ગાઈડલાઈનના ઉલ્લંઘનને લઈ ભાજપ નેતા કાંતિ ગામિતે શું કહ્યું ? જુઓ વીડિયો

Continues below advertisement
તાપીઃ ભાજપના પૂર્વ આદિજાતિ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કીડયારું ઉભરાઇ એ રીતે લોકો ઉમટી પડ્યા છે અને ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. મોટી સંખ્યા માં લોકો ગરબા ગાતા અને નાચતા નજરે ચઢી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારે લગ્નપ્રસંગમાં 100 લોકોને છૂટ આપી છે. તેમજ ફક્ત લગ્નની જ છૂટ છે, એ સિવાયના કાર્યક્રમોને મંજૂરી નથી. આમ છતાં ભાજપના નેતાએ ખાલી સગાઈમાં જ દોઢથી બે હજાર લોકોને નોતર્યા હોવાનું કબૂલ્યું હતું. જોકે, તેમની ધારણા કરતાં વધારે ભીડ ઉમટી પડી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram