ભાજપના દબંગ નેતા મુધ શ્રીવાસ્તવને કાર્યકર્તાએ જ લીધા આડેહાથ, બોલતી કરી દીધી બંધ, જુઓ વીડિયો

Continues below advertisement
વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મઘુશ્રીવાસ્તવને સામે ભાજપના કાર્યકરે સવાલો ઉઠાવતા ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વાઘોડિયામા ચુંટણી પ્રચારની જાહેર સભામા ભાજપના કાર્યકરનો પિત્તો ગયો હતો અને કહ્યું હતું કે, વાઘોડિયાની ભાજપની એક મહિલા કાર્યકરની આબરુ લેવાની ઘમકી કેમ આપી ? ભાજપના સાત સભ્યોને ટિકીટ કેમ ના અપાઈ ? તુ કેવુ કામ કરે છે ? કંચનભાઈ ગરોડીયા નામના કાર્યકર્તાના સવાલથી મધુશ્રીવાસ્તવ સ્તબ્ધ થયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram