Maharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવ
મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્ત્વવાળી મહાયુતિને સરકાર બનાવાવમાં હજુ સમય લાગી શકે છે. ભાજપ નેતૃત્ત્વમાં મુખ્યમંત્રીના નામને લઈને હજુ સુધી મંથન ચાલી રહ્યું છે. નામ નક્કી થતાં જ ભાજપ ધારસભ્ય દળની બેઠક બોલાવશે અને નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થશે. જોકે, આ દરમિયાન શિવસેના અને એનસીપીએ સ્પષ્ટ કરી દીધું છે કે, મુખ્યમંત્રીના નામનો નિર્ણય ભાજપ નેતૃત્ત્વ પર છોડી દીધો છે. બંને પાર્ટીઓએ કહ્યું છે કે, જે પણ નિર્ણય લેવામાં આવશે તે બંને માટે માન્ય રહેશે.
મહાયુતિની ભારે જીત બાદ ભાજપ પાસે મુખ્યમંત્રીના પદ માટે પૂર્વ મુખ્યમંત્રી અને મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણીવીસનું નામ પ્રમુખ રૂપે સામે આવી રહ્યું છે. જોકે, પાર્ટી નેતૃત્ત્વ હજુ સુધી આ વિષય પર કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી શક્યું. જોકે, એવી પણ અટકળો ચાલી રહી છે કે, ભાજપ નેતૃત્ત્વ અમુક અન્ય નામ પર પણ વિચાર કરી રહ્યું છે. જેમાં ઓબીસી અને મરાઠા સમુદાયના કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવાનો વિકલ્પ સામેલ છે. આ લગભગ સ્પષ્ટ છે કે, મુખ્યમંત્રી ભાજપનો જ હશે અને એનસીપી અને શિવસેનાના નેતા નાયબ મુખ્યમંત્રીના પદ પર રહેશે.