Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા જયંતીભાઈ સરદાર પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં સંજય પાદરિયા વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયાએ સરદાર ધામના ઉપપ્રમુખ કેમ બન્યા તેમ કહી હુમલો કર્યાનો આરોપ છે. સંજય પાદરિયા હાલ જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવે છે, જ્યારે જયંતીભાઈ સરદાર સરદાર ધામના ઉપપ્રમુખ છે.
ગંભીર રીતે ઘાયલ જયંતીભાઈ સરધારાને ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે જયંતી સરધારા પર પીઆઈ સંજય પાદરિયા મુક્કા મારતા હોય તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. હથિયાર છે કે કેમ તે સ્પષ્ટ સીસીટીવીમાં દેખાયું નથી. પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકાય છે કે પીઆઈ સંજય પાદરિયા જયંતી સરધારાને માર મારે છે. સીસીટીવીના આધારે તાલુકા પોલીસે ઝીણવટ ભરી તપાસ કરીને સમગ્ર હકીકત બહાર લાવવાની તજવીજ શરૂ કરી છે. ફરિયાદમાં સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયંતીભાઈ સરધારે ફરિયાદમાં જણાવ્યું છે કે સંજય પાદરિયાએ તેમને સમાજ સાથે ગદ્દારી કરવાનો આરોપ લગાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.