મોટા અવાજવાળા બુલેટ લઇને ફરતા લોકો સામે કાર્યવાહી કરવા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહને કોણે લખ્યો પત્ર ?
Continues below advertisement
રૂપાણી સરકારના વરિષ્ઠ મંત્રી આર.સી. ફળદુએ રાજ્યના શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવીને ન્યૂસન્સ ઊભું કરતા યુવાનો સામે પગલાં લેવા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને જાતિગત ઈમેજ ઉભી કરવા તથા મલિન ઈરાદા માચે કેટલાક યુવાનો દ્વારા આ રીતે ફુલ સ્પીડમાં ને મોટા અવાજે બુલેટ ભગાવાય છે તે પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા માગ કરી છે
Continues below advertisement