સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ રૂપાણી સરકારના આ કેબિનેટ મંત્રીના બહેને ભાજપની ટિકીટ માંગી
Continues below advertisement
કોંગ્રેસને પરિવારવાદ મુદ્દે આડેહાથ લેનાર ભાજપના નેતાઓ પણ પરિવાર માટે ટિકીટ માંગી રહ્યા છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં નેતાઓએ પોતાના પરિજનો માટે દોડ લગાવી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્ય મંત્રી ધર્મેંદ્રસિંહ જાડેજા, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ,સાંસદ રંજનબેન ભટ્ટ,પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના પરિવારના સભ્યોએ ભાજપમાંથી ટિકિટની માંગ કરી છે.
Continues below advertisement