ભાજપ નેતા અને પૂર્વ IT ઇસ્પેક્ટર પી.વી. શર્માની વધી મુશ્કેલી, EDએ આઠ કરોડની મિલકતને લીધી ટાંચમાં
Continues below advertisement
સુરત: નોટબંધીમાં જ્વેલર્સે મની લોન્ડરીંગ કર્યાની ટ્વિટ કરનાર પૂર્વ આઇ.ટી અધિકારી અને ભાજપ નેતાને ત્યાં તપાસનો દોર એટેચમેન્ટ સુધી પહોંચ્યો છે. ઈડીએ ભાજપ નેતા અને પૂર્વ IT ઇસ્પેક્ટર પી.વી. શર્માની આઠ કરોડની મિલકતને ટાંચમાં લીધી છે. સંકેત મીડિયાના નામે દુકાન, પ્લોટ, મકાન સહિતની સ્થાવર મિલકતો, પત્ની-પુત્રના નામે લીધેલી રૂપિયા 24 લાખની એફડી પણ ટાંચમાં લીધી છે. એવામાં પી.વી. શર્માની મુશ્કેલી વધી શકે છે.
Continues below advertisement