વડોદરાઃ જમીન સંપાદનના વળતર મુદ્દે કોગ્રેસનો હંગામો, વિવાદિત દરખાસ્ત રદ્દ કરવા કરી માંગ

Continues below advertisement
વડોદરાના દંતેશ્વરમાં સંપાદિત જમીનનું બમણું વળતર 5.46 કરોડ ચૂકવવા મામલે કોગ્રેસે હોબાળો મચાવ્યો છે. 20 વર્ષ પહેલાં સંપાદિત કરેલી જમીનના માલિકને પ્રવર્તમાન જંત્રીનું બમણું વળતર ચૂકવવાની દરખાસ્ત આવી છે. કોંગ્રેસે દરખાસ્તને લઈ કોર્પોરેશન કચેરીમાં હંગામો કર્યો હતો.  પોસ્ટર સાથે કોંગ્રેસ પ્રમુખ, પાલિકા વિપક્ષ નેતા સહિત કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી વિવાદિત દરખાસ્ત રદ કરવા માંગ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં ત્રીજી વખત આ દરખાસ્ત આવી છે. અગાઉ બે વખત આ દરખાસ્ત પાછી મોકલાઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram