ભારત બંધ: રાજકોટમાં દુકાનો બંધ કરાવવા નિકળેલા કૉંગ્રેસના મહિલા કાર્યકરોની અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2020 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે રાજકોટના જુબેલી વિસ્તારમાં મહિલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. વેપારીઓને મહિલા આગેવાનો બંધ કરાવે તે પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવીહતી. રાજકોટ મહિલા શહેર કોંગ્રેસના પ્રમુખ મનીષાબા વાળાની અટકાયત કરવામાં આવી અને અન્ય ચાર થી પાંચ મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી.