Rajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામે

Continues below advertisement

રાજકોટમાં ફરીએકવાર સિટી બસનો કહેર સામે આવ્યો છે. લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ સામે ગઈકાલે સિટી બસે માતા અને પુત્રને હડફેટે લીધા. જેમાં બાળકનું મોત નીપજ્યું છે. બસનું આગળનુ વ્હીલ માસુમ બાળકો પર ફેરવી દીધું. જેને કારણે રાજવીર નામના બાળકનું મોત નિપજતાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી. જીજે.03.બીઝેડ.0588 નંબરની બસના ચાલકે અકસ્માત સર્જ્યો. સિટીબસ પૂરપાટ ઝડપે ચાલતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. હાલ તો પોલીસે ગુનો નોધી ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે..જો કે આ ઘટના પર મહાનગરપાલિકાના સિટી ઈજનેર પરેશભાઈએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે બસના ડ્રાઈવરને ટર્મીનેટ કરી દેવામાં આવ્યો છે. પરિવારને વીમાની રકમ મળે તેવા અમારા પુરા પ્રયાસો છે.. સીટી બસની સ્પીડ લિમિટ બાંધવામાં આવશે.. હાલમાં સિટી બસની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકની બાંધેલી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram