Chinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલ

Continues below advertisement

Chinese Garlic Protest |  ચાઈનીઝ લસણનો વિરોધ: સૌરાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓએ હરાજી બંધ રાખી. દેશમાં પ્રતિબંધિત છતાં, થોડા દિવસ અગાઉ ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાર-પાંચ ગુણી ચાઈનીઝ લસણ ઠલવાઈ ગયું હતું. આ ઘટનાને કારણે સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે. રાજકોટના વેપારી એસોસિએશને ગોંડલમાં મળેલા લસણના મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા વ્યક્ત કરી અને સરકારને આંગે તપાસ કરી આયાત અટકાવે તેવી માંગ કરી. 

આજે રાજકોટ, ગોંડલ અને જેતપુર માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ, ચીનનું લસણ મોટા કદનું હોય છે, તેનો સ્વાદ અને ગુણવત્તા નબળી હોય છે. તેથી ભારતના લસણની વિશ્વભરમાં માંગ રહે છે. ચીનથી વાયા અફઘાનિસ્તાનથી ભારત આવતા આ લસણ ડંપ કરાય એની આશંકા છે. સરકારી પ્રશાસન જાગે તે માટે આજે સૌરાષ્ટ્રના વેપારીઓ યાર્ડમાં લસણની હરાજી સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ કરશે. તેમજ દેશના અન્ય લસણ પકાવત યાર્ડમાં પણ વિરોધ દર્શાવાશે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram