સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલને ફાયર સેફ્ટી અંગે પાઠવવામાં આવી નોટિસ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ બાદ મનપા ફાયર વિભાગે અનેક હોસ્પિટલમાં નોટિસો ફટકારી છે.રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલને ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી છે.ફિજીયોથેરાપી વિભાગમાં ફાયર સેફટીના સાધનો જ નથી. અલગ અલગ હોસ્પિટલમાં નોટિસ ફટકારી છે.પદ્મકુંવરબા હોસ્પિટલમાં ફાયરના સાધનો તૂટેલા જોવા મળ્યા છે.ફાયરની પાઇપલાઈન તૂટેલી હાલતમાં જોવા મળી છે.આમ છતાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ કહ્યું અમને ખોટી નોટિસ આપી છે.બધું બરાબર છે..એબીપી અસ્મિતાએ સુપરિટેન્ડન્ટને સાથે રાખીને રિયાલિટી બતાવી હતી .આમ છતાં પદ્મકુંવરબા હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ માનવા માટે તૈયાર ન હતા.તો બીજી બાજુ મનપા ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 21 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફટીની ખામીઓ જોવા મળી છે.તેમને અમે નોટિસો આપી છે.જેમાં પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં પણ ફાયર સેફટીની ખામીઓ જોવા મળી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram