Rajkot:નાના ખીજડીયામાં બાળકીને ત્યજી, પોલીસે IPC કલમ 317 હેઠળ ગુનો દાખલ કર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 11:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનવતાને શર્મસાર કરતી ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામડામા બની હતી. જનનીને લાંછન લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે તાજી જન્મેલી ફુલજેવી બાળકી મળી આવી છે.ખીજડિયા ગામની ડેમમાં સવારે જીવિત બાળક પડ્યું હતું.ખીજડિયા ગામના આગેવાન નવલસિંહ જાડેજા અને તેમના ભત્રીજા પ્રધુમનસિંહ જાડેજાએ પોલીસ અને 108 ને જાણ કરી હતી.સારવાર માટે બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.બાળકને તેની નાળ સાથે કપડામાં વીંટી દેવામાં આવ્યું હતું.બાળકને કપડાં પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવ્યું હતું.