Rajkot TRP Game Zone Fire | આવી દુર્ઘટનાઓ માનવસર્જિત, એમને કાયદાનો ભય નથી
Continues below advertisement
Rajkot TRP Game Zone Fire | રાજકોટ અગ્નિ કાંડને લઈને મોરબી પીડિત પરિવાર સાથે ચર્ચા. રાજકોટ અગ્નિકાંડથી ઘણું દુઃખ થયું. કાનૂની પ્રક્રિયા માંથી પસાર થવું ખૂબ કઠિન. જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવી આશા. જે પણ અધિકારી કે પદાધિકારી જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આવા કેસો ફર્સ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તો વહેલી ન્યાય મળી શકે. રાજકોટમાં 25 મેએ થયેલી ગેમ ઝૉન અગ્નિકાંડ પર મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી ગઇ હતી, જેમાં 28 લોકો જીવતા ભડથૂ થઇ ગયા હતા. આ ઘટનાને લઇને સરકાર એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવા અને આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હવે આજે રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડ મામલે મોટી અને એક્સક્લૂસિવ જાણકારી સામે આવી છે.
Continues below advertisement