Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર પર હુમલો: ખોડલધામ અને સરદારધામનો વિવાદ?
રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપના નેતા જયંતીભાઈ સરદાર પર હુમલો કરવામાં આવ્યો છે. કણકોટ મવડી રોડ પર આવેલ પાર્ટી પ્લોટમાં ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયા સરદાર ધામના પ્રમુખ કેમ બન્યો તેમ કહીને હુમલો કર્યાનો આરોપ છે. સંજય પાદરિયા હાલ જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવે છે, જ્યારે જયંતીભાઈ સરદાર સરદાર ધામના ઉપપ્રમુખ છે. ઈજાગ્રસ્ત જયંતીભાઈ સરદારને ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. આ બનાવની જાણ થતાં અનેક સામાજિક આગેવાનો હોસ્પિટલમાં એકત્ર થયા છે.
જયંતીભાઈ સરદારનો દાવો છે કે ખોડલધામ અને સરદારધામના વિવાદના કારણે હુમલો થયો. બંને વચ્ચે બોલાચાલી બાદ પ્રથમ કોને કોના પર હુમલો કર્યો તે સૌથી મોટો સવાલ છે. જો કે, મળતી માહિતી મુજબ પીઆઈ સંજય પાદરિયા ઓફિશિયલ રજા પર હોવાનું સામે આવ્યું છે. સાથે જ, પીઆઈ પાસે કોઈ હથિયાર નહોતું કારણ કે તેઓ રજા પર હતા અને હથિયાર તેમણે જમા કરાવેલું હતું. હાલ તો સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પણ જે ઘટના બની તેને એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. જ્યારે હુમલાની ઘટના બની, બંને લોકો વચ્ચે ઝપાઝપી જોવા મળી રહી છે, પણ કોણ કોની ઉપર કેટલો હુમલો કરી રહ્યું છે એ સ્પષ્ટ સીસીટીવીમાં દેખાઈ નથી રહ્યું.