મનપાની ચૂંટણી અગાઉ રાજકોટના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગૂ કરાયો છે. શાંત રાજકોટ શહેરમાં આ અશાંત ધારો પ્રથમ વખત લાગૂ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં જે 28 સોસાયટીમાં અશાંત ધારો લાગૂ કરાયો છે. એ સોસાયટીમાં હવે મિલકત વેચાણ માટે મંજૂરીની જરુર પડશે. શહેરના રૈયા રોડ, એરપોર્ટ રોડ, રેસકોર્ષ રિંગ રોડ, છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈ નગર સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક સહિતની 28 સોસાયટીમાં અશાંત ધારો લાગૂ કરાયો છે અને આ અશાંત ધારો 12 જાન્યુઆરી 2026 સુધી અમલી રહેશે.
Continues below advertisement