સુરતઃ માંડવીના 2500 હેક્ટર જંગલનું રક્ષણ કરી રહી છે આ સાત મહિલા વનકર્મીઓ
Continues below advertisement
માંડવીના 2500 હેક્ટર જંગલની રક્ષણ કરતી સાત જાંબાઝ સિંહણો. 24 કલાક ખડેપગે ફરજ બજાવે છે. સુરત જીલ્લાના છેવાડે આવેલા માંડવી અને ઉમરપાડા તાલુકાઓ જંગલમાં વસેલા તાલુકાઓ છે આજે પણ આ વિસ્તારમાં હજારો હેક્ટર જંગલ અસ્તિત્વમાં છે. જંગલમાં વન્ય જીવ તેમજ કીંમતી ઈમારતી લાકડાઓની ભરમાર છે ,જેટલું કીમતી જંગલ છે એટલાજ સક્રિય લાકડા ચોર વિરપ્પનો તેમજ વન્ય જીવોના શિકારીઓ પણ છે પરંતુ આ જંગલનું રક્ષણ કરી રહી છે 7 જેટલી જાંબાઝ મહિલા વનકર્મી.2500 હેક્ટરના જંગલના રક્ષણ માટે ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટ 1 અને 2 વિભાગ પાડવામાં આવ્યા છે. તમામ 7 મહિલા વનકર્મીઓ વન વિભાગને લગતી તમામ બાબતોમાં નિપુણ છે
Continues below advertisement