Ukai Dam | ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે પાણીમાં ગરકાવ, 10 ગામ સંપર્ક વિહોણા
Continues below advertisement
Ukai Dam | સુરત જિલ્લામાં હાલ વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ માંથી તાપીમાં પાણી છોડવાનું શરૂ થયું છે. હાલ ઉકાઈ ડેમ નાં 9 દરવાજા 4 ફૂટ ખોલી 82263 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝ વે પાણીમાં ગરકાવ. સીઝન માં પહેલી વખત હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. ઉકાઈ ડેમ માંથી પાણી છોડાતા હરિપુરાથી ગોદાવાદી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 થી વધુ ગામોનો સીધો સંપર્ક કપાયો. હરિપુરા ગામેથી સામેપાર ઉન. ગોદાવાદી.. ખંજરોલી.. પીપર્યા.. કોસાડી પુના સહિતના ગામો નો સીધો સંપર્ક કપાયો. સામે પારનાં લોકોને હરિપુરા આવવા માટે 20 કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી. હરિપુરા કોઝવે બંધ થતા સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગો મુકાયા મુશ્કેલીમાં. વહીવટી તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Continues below advertisement