સુરતના વેડરોડ પર મિત્રએ જ છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા, જુઓ CCTV

Continues below advertisement
સુરતના વેડરોડ પર છરીના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. અંગત અદાવતમાં મિત્ર જ મિત્રનો દુશ્મન બની ગયો હતો. વેડરોડ વિસ્તારમાં આવેલી પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતા અમિત જાળિયાને ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જો કે પરેશે અમિતને ઠપકો આપતા તેને લાગી આવ્યું હતુ. અમીત છરી જેવા હથિયાર સાથે પરેશને મારવા તેની સોસાયટીમાં પહોંચી ગયો હતો અને આખા વિસ્તારમાં ધમાલ મચાવી હતી. જોકે પાડોશીઓએ અમિતને સમજાવ્યો છતા પણ તે ન માન્યો અને પરેશના ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી દીધા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram