Surat: કોર્ટ પરિસરની બહાર AAPના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન, પાર્ટીના કોર્પોરેટરની ધરપકડનો કર્યો વિરોધ
Continues below advertisement
એપેડેમિક એક્ટના ભંગ બદલ સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) ના 19 નગર સેવકો સહિત 28 નેતાઓ સામે ગુનો નોંધાયો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો અને નેતાઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સુરત (Surat) આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે ફરી વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટ પરિસરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. આપના કાર્યકરો કોર્ટ પરિસરમાં પહોંચ્યા જ્યાં આપના કાર્યકરોએ ભાજપ તેની તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
Continues below advertisement