Surat AAP Councilor | સુરતમાં આપના 2 કોર્પોરેટર સામે લાગ્યો 10 લાખની લાંચ લીધાનો આરોપ
સુરત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે દસ લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ. જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ એસીબીમાં કરાય ફરિયાદ. પે એન્ડ પાર્ક ના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા . આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લખ. સુરત આપના 2 કોર્પોરેટર સામે ACBની ફરિયાદ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન. આમ આદમી પાર્ટી સુરતની જનતાનો વિશ્વાસ ખોઈ બેસી છે. મૂળ સૌરાષ્ટ્રની જનતાએ આપ ઉપર વિશ્વાસ મૂક્યો હતો. સુરત કોર્પોરેશનની વરાછા ઝોન ઓફિસમાં આ બેઠક થઈ હતી. અધિકારીઓની સંડોવણી હોય તો તેની સામે ફરિયાદ થવી જોઈએ. પ્રજા કોની પાસે જાય કોર્પોરેટર અને અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. આપે સુરતની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.