Nilesh Kumbhani | નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહીની કોંગ્રેસે કરી માંગ
Surat News: લોકસભા ચૂંટણીમાં સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. આમ, લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા લોકસભાની એક બેઠક ભાજપનાખાતામાં આવી હતી. જો કે, આ ઘટના બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા હતા અને સુરત) બેઠક પર ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે.