સુરતમાં યસ બેન્કમાંથી કરોડોની લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ
Continues below advertisement
સુરત : ન હોય તેવા વાહનને હયાત બતાવી યસ બેંકમાંથી કરોડોની લોન લેવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. અરૂણાચલમાં ભૂતિયા વાહનો નોંધાવી યસ બેંકમાથી લોન લઈ 9 કરોડની ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2016થી 2018ના ગાળામાં 20 આરોપીઓએ કુલ 53 વાહન પર લોન લીધી હતી. સરથાણામાં બોગસ નંબર પ્લેટ કૌભાંડના સૂત્રધાર ઈર્શાદ પઠાણ સહિત 5 ઝડપાયા છે. પકડાયેલા આરોપીઓને 22મી જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલાયા છે. જ્યારે 15 આરોપી હજુ પણ ફરાર છે. ટોળકીએ જુદી જુદી 53 લોન ઉપર 8.64 કરોડની લોન લઈ 5.25 કરોડની ભરપાઈ કરી નથી.
Continues below advertisement