Kutch Murder Case : માંડવીમાં યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, સર્વ સમાજે મૌન રેલી યોજી કરી ન્યાયની માગ
Continues below advertisement
કચ્છના માંડવીના ગોધરામાં એકતરફી પ્રેમમાં યુવતીની હત્યા સંદર્ભે સર્વ સમાજે યોજી વિશાળ મૌન રેલી. મૃતક ગૌરી ગરવાને ન્યાય અપાવવા કલેક્ટરને પાઠવ્યું આવેદન. ગરવા સમાજની દીકરીને બેરહેમીથી રહેંસી નાખનાર આરોપીને ફાંસીની સજા આપવા કરી માગ.
કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે એકતરફી પ્રેમમાં યુવતીની કરી દેવાઈ હતી હત્યા. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભુજમાં સર્વ સમાજે મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને માગ કરી કે, હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે. સાથે જ મૃતક યુવતીના પરિવારજને આર્થિક સહાય આપવાની માગ કરાઈ. ગૌરી નામની યુવતી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામ કરતી હતી. 30 ડિસેમ્બરની વહેલી સવારે તે નોકરી પર જવા માટે બસની રાહ જોઈ રહી હતી. આ સમયે સાગર નામના યુવકે તલવારના ઘા મારી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી સાગરને દબોચી લીધો હતો.
Continues below advertisement
Tags :
Kutch Murder Case