સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનું આજથી રિહર્સલ શરૂ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું રિહર્સલ આજથી શરૂ થઇ ગયું છે. આ એકતા પરેડમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ભાગ લીધો હતો. 31 ઓક્ટોબર સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલ પરેડ ગ્રાઉન્ડમાં દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પરેડ કરવામાં આવશે જેમાં સી આઈ એસ એફ ,સી આર પી એફ,એન એસ જી કમાન્ડો ,બી એસ એફ,એન ડી આર એફ અને ગુજરાત પોલીસ અને દેશના અન્ય રાજ્યની પોલીસ દ્વારા આ પરેડનું આજથી રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ તમામ સુરક્ષા જવાનોની ટીમો આજથી 30 ઓક્ટોબર સુધી એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 8 વાગ્યા થી 12 વાગ્યા સુધી રિહર્સલ કરશે