Surat માં આ લેબોરેટરીમાં રેમડેસિવિર ઇન્જેક્શનની થતી હતી કાળાબજારી, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં રેમડેસિવિર ઈંજેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. પોલીસે નકલી ગ્રાહક બની કાળાબજારી કરતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. 899 રૂપિયાના ઈંજેક્શનને 12 હજાર રૂપિયામાં વેચતા હતા . ફ્યૂઝન લેબોરેટરીમાં રેમડેસિવિર ઈંજેક્શનની કાળાબજારી થઈ હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે નિત્યા હોસ્પિટલની મેડિકલના વિવેક ધામેલિયા પાસેથી ઈંજેક્શન લાવીને તેની કાળાબજારી કરતા હતા. પોલીસ હાલ આરોપીની વધૂ પૂછપરછ કરી રહી છે. એક તરફ લોકોને રેમડેસિવિર ઈંજેક્શન નથી મળી રહ્યા તો બીજી તરફ લેભાગૂ તત્વો લોકોની મજબૂરીનો લાભ લઈ રહ્યા છે.
Continues below advertisement