સુરતના કામરેજમાં માનવ સેવા આશ્રમમાં 80 લોકો કોરોનાની ઝપેટમાં, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નામની સેવાકીય સંસ્થા માં એક સાથે 80 કેશ કોરોના પોઝિટિવ આવતા વિસ્તાર માં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. આ સંસ્થામાં નિરાધાર ,નિરાશ્રિત તેમજ પીડિતોને આશરો આપવામાં આવે છે. લોક ડાઉન દરમિયાન સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની ભારે નોંધ લેવાઇ હતી. અહી રહેતા 226 પેકી 80 લોકો કોરોના થી સંક્રમિત થયા છે , જે પેકી ના 22 લોકોને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે જયારે બાકીના લોકોને સંસ્થા ખાતે હાલ સારવાર આપવામાં આવી રહી છે. હાલ સંસ્થાના બે ડોક્ટરો તેમજ આરોગ્ય વિભાગની ટીમ અને ડોક્ટરો હાલ સંસ્થા ખાતે ખડેપગે છે. સંસ્થામાં રહેતા પીડિત લોકોને રોજ સુરત સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવતા હોય છે જેને કારણે સિવિલ હોસ્પિટલ માંથી ચેપ લાગ્યો હોવાનું હાલ સંચાલકો અનુમાન લગાવી રહ્યા છે
Continues below advertisement