Surat News: જહાંગીરપુરાની રાજહંસ રેસિડન્સીમાં ચાર વૃદ્ધના શંકાસ્પદ મોત મુદ્દે નવો જ વળાંક આવ્યો

Continues below advertisement

સુરતના જહાંગીરપુરાની રાજહંસ રેસિડન્સીમાં ચાર વૃદ્ધના શંકાસ્પદ મોત મુદ્દે નવો જ વળાંક આવ્યો. ચારેય વૃદ્ધોના ગેસ ગૂંગળામણથી મોત થયાની FSLની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. FSLની ટીમની તપાસમાં બહાર આવ્યું કે ગેસ ગીઝરની સ્વીચ ચાલુ હતી. આખા ઘરમાં બારી બારણા બંધ હતા. જેના કારણે ચાર પૈકી એક વૃદ્ધને ઉલટી થઈ હતી. જ્યારે અન્ય ત્રણેય સૂતા બાદ સવાર ઉઠ્યા જ નહીં.  FSLની ટીમે રાત્રી ભોજનમાં જે લીધુ હતું તે પૂરી અને રસ સહિતની વસ્તુઓના સેમ્પલ પણ લઈ પરીક્ષણમાં મોકલ્યા છે. હાલ તો મોતનું સાચુ કારણ જાણવા FSLની ટીમે સાંયોગિક પુરાવા પણ એકત્રિત કર્યા છે. ચાર મૃતકોમાં જશુબેન વાઢેર, હીરાભાઈ મેવાડા, ગૌરીબેન મેવાડા અને શાંતાબેન વાઢેરનો સમાવેશ છે. જમણવારનો કાર્યક્રમ જશુબેન વાઢેરના  પુત્ર મુકેશ વાઢેરના ઘરે હતો. જ્યાં ભાવનગરથી ચાર મહેમાનો સહિત કુલ 20 સભ્યોએ એકસાથે બેસી રસ-પૂરીનું ભોજન કર્યું હતું. ભાવનગરથી આવેલા ચાર પૈકી બે મહેમાન પરત ચાલ્યા ગયા હતા. જ્યારે બે મહેમાન રોકાયા હતાં. સવારે મુકેશભાઈના પરિવારજનો વૃદ્ધોને નાસ્તો આપવા ઉપર ગયા હતા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ. હાલ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે.... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram