સુરતના પાલ ઉમરા તાપી બ્રિજને લઇને લોકોનો વિરોધ, પોલીસે કરી અટકાયત
Continues below advertisement
સુરતના પાલ ઉમરા તાપી બ્રિજને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવો હતો. પાલ ઉમરા બ્રિજને નડતર મકાનોના રહીશોએ વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે અટકાયત કરી છે. છત છીનવાતા અસરગ્રસ્તોની આંખમાં આંસુ આવ્યા હતા. મહાનગરપાલિકાએ નોટિસ આપ્યાની મુદ્દત પૂર્ણ થતા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. 22 સ્થાનિકોમાંથી સાતથી આઠ સ્થાનિકો અન્ય સ્થળે જવા રાજી થયા હતા. અન્ય સ્થાનિકોએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પણ તમામ લોકોને મકાન ખાલી કરવા આદેશ કર્યો હતો..29 નવેમ્બર સુધીમાં મકાન ખાલી કરવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.
Continues below advertisement