સુરત APMC બહાર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પોલીસે કરવો પડ્યો હળવો લાઠીચાર્જ
Continues below advertisement
સુરતમાં કોરોના ને લઈ પુણા પોલીસે ફ્લેગમાર્ચ કર્યું હતું અને APMC માર્કેટ બહાર શાકભાજી બજાર બંધ કરાવાયું હતું.શાકભાજી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પોલીસે કાર્યવાહી કરી હતી સાથોસાથ શાકભાજીના તમામ ફેરીયાઓને સૂચના આપી રવાના કરવામાં આવ્યા હતા. સુરત APMC બહાર શાકભાજી ફેરીયાઓ છૂટક વેચાણ કરે છે,જેથી બજારમાં ભારે ભીડ ના દ્રષ્યો સર્જાય છે. પુણા પોલીસ પીઆઇ વી.યુ.ગડરિયા એ આજે સવારે પોતાના પોલીસ સ્ટાફ સાથે ફ્લેગમાર્ચ કરી કામગીરી કરી હતી..
Continues below advertisement