સુરતઃ TDS કપાતની જોગવાઇ સામે દક્ષિણ ગુજરાત સહકારી ડેરીઓનો વિરોધ
Continues below advertisement
20 લાખ રૂપિયાના ઉપાડ ઉપર ટીડીએસ કપાતની જોગવાઈ સામે દક્ષિણ ગુજરાતની સહકારી ડેરીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ જોગવાઈથી દૂધ મંડળીઓને બાકાત રાખવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો હતો. અત્યાર સુધી વાર્ષિક એક કરોડની રોકડ ઉપાડ ઉપર ટીડીએસ કપાતની જોગવાઈ હતી. ઓક્ટોબર 2020થી આ મર્યાદા ઘટાડી 20 લાખ રૂપિયાની કરવામાં આવી હતી. રોકડ ઉપાડ ઉપર ટીડીએસ કપાતની નવી જોગવાઈથી એકલા દક્ષિણ ગુજરાતની જ 16 હજાર મંડળીઓના વર્ષે 50 કરોડ ટીડીએસ પેટે કપાઈ જશે.
Continues below advertisement