Surat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

Continues below advertisement

સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ. ઘર બહાર રમતા બાળકને રખડતા ઢોરે અડફેટે લીધું. ઢોરે અડફેટે લેતા બાળક જમીન પર પટકાયું..સદનસીબે તેને ગંભીર ઈજાઓ ન પહોંચી. જો કે આ પહેલી ઘટના નથી.  અગાઉ પણ કીમ ગામે રખડતા ડુક્કરને કારણે ૧ મહિલા અને ૧ યુવક અકસ્માતનો ભોગ બન્યા હતા. મહિલા આજે પણ કોમામાં છે. રખડતા પશુઓના આતંકથી લોકોમાં પ્રશાસનની કામગીરી સામે ભારે આક્રોશ છે.. 

સુરતના  કીમ ગામે આવેલી રૂપા પન્ના સોસાયટીના ગઈકાલે સવારના સમયે એક બાળક પોતાના ઘર બહાર રોડ પર રમી રહ્યું હતું. દરમ્યાન ખોરાકની શોધમાં ભટકી રહેલા 2 વાછરડા ત્યાં આવી ચઢ્યા હતા. સોસાયટીના લોકોએ વાછરડાને રોટલી પણ ખવડાવી હતી. અચાનક જ બે વાછરડા પૈકીના એક વાછરડાએ રોડ પર રમી રહેલા બાળકને અચાનક જ શિંગડું મારી અડફેટે લીધું હતું. જોકે નજીક માજ ઉભેલા બાળકના પરિવારના લોકોએ વાછરડાને ભગવી બાળકને ઊંચકી લીધું હતું. સદનસીબે ઘટનામાં બાળકને કોઈ ઈજા થઈ નહતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 2 દિવસ પહેલા પણ આજ સોસાયટીમાં એક યુવતીને પણ ઢોરે અડફેટે લીધી હતી. સ્થાનિક માંગ કરી રહ્યા છે કે આ રખડતા ઢોર વિરુદ્ધ  પ્રશાશન ધ્વારા કાર્યવાહી કરવામાં આવે ..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram