Surat Accident:ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખાબકી ખીણમાં, 17 મુસાફરો ઈજાગ્રસ્ત

Continues below advertisement

ગુજરાતમાં દરરોજ અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે આજે બુધવારે વહેલી સવારે સુરતના કોસંબા નજીક ખાનગી લક્ઝરી બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના બની હતી. રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ અચાનક રોડની નીચે ઉતરી ખાડીમાં જતી રહી હતી. ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ 40 મુસાફરોને રેસ્ક્યૂ કર્યા હતા. જેમાંથી 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સુરત સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર આજે બુધવારે વહેલી સવારે ખાનગી લક્ઝરી બર રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. આ બસ કોસંબા પાસે પસાર થતી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની નીચે ઉતરી ખાડીમાં ખાબકી હતી. જેના પગલે મોટો અકસ્માત સર્જાયો હતો..

Surat Accident | ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખાબકી ખીણમાં, 17 મુસાફરો ઈજાગ્રસ્ત

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram