Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી

Continues below advertisement

Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી 


સુરત - સુરતમાં લગ્ન પ્રસંગમાં ભાજપ નેતા દ્વારા કરાયેલ ફાયરિંગ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાયરિંગ કરનાર ભાજપ કોષાધ્યક્ષ ઉમેશ તિવારીને લાયસન્સની ભલામણ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીંડોલીના પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલની બદલી કરાઈ. ઉમેશ તિવારીને રિવોલ્વોરનું લાઇસન્સ આપવા ડીંડોલીના કોન્સ્ટેબલે ભલામણ કરી હતી . ઘટના અંગે પોલીસે ચાર દિવસની તપાસ કરી હતી . ડીંડોલી ના પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલની સિંગલ ઓર્ડરથી સુરતના છેવાડે હજીરા ખાતે શિક્ષાત્મક બદલી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ભાજપ નેતા દ્વારા ફાયરિંગનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. હવે આ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram