સુરત સાયબર ક્રાઇમે ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટો અપલોડ કરનારને પકડી પાડ્યો
Continues below advertisement
સુરત સાઇબર ક્રાઇમે ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટો અપલોડ કરનારને પકડી પાડ્યો હતો.સાઇબર ક્રાઇમમાં રાંદેરની યુવતીએ એક યુવક સામે ફરિયાદ કરી હતી. યુવકે યુવતીના ઇન્સ્ટાગ્રામ ,ફેસબુક ઉપર બીભત્સ મેસેજ અને ફોટો અપલોડ કર્યા હતા. આરોપી રાજ રમેશભાઈ લોઢીયા નામના યુવકની યુવતી સાથે સગાઈ થવાની હતી પરંતુ કોઇ કારણસર સગાઇ તૂટી ગઇ હતી. રાજ યુવતીને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો. યુવતીએ રાજ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું જેનો બદલો લેવા માટે રાજે યુવતીના ઇન્સ્ટાગ્રામ ,ફેસબુક ઉપર બિભત્સ મેસેજ,ફોટો અપલોડ કર્યા હતા.
Continues below advertisement