સુરત : ગુડ્સ ટ્રેન કોરિડોર માટે જમીન સંપાદનને લઈ ખેડૂતોનો વિરોધ
Continues below advertisement
સુરતમાં ગુડ્સ કોરિડોરને લઈ જમીન સંપાદન જબરજસ્તીથી લઈ રહ્યા હોવાનું ખેડૂતો નો આરોપ છે. સુપ્રીમ કોર્ટમાં ખેડૂતો કેસ હારી જતા રેલવે દ્વારા ઉભા પાક પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ઉભા પાક ને નુકસાન ન કરવા ખેડૂતો ની આજીજી. તેમણે કહ્યું કે 15 દિવસ બાદ સુગર ફેક્ટરીઓમાં શેરડી લેવાશે. રેલવે અધિકારીઓ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અમારા પાક નું નુકશાન ભરપાઈ કરશે કોણ ? મુદત માંગી હોવા છતાં આપવામાં નહિ આવી. ભારે હોબાળા બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ગુડ્સ ટ્રેન કોરિડોર જમીન સંપાદન મામલે ચર્ચા વિચારણા થઈ હતી.
Continues below advertisement