'આજે ભાજપના નેતાઓને... કોઇ પૂછવાવાળુ જ નથી અને તેઓ પોતે એમ માને છે કે અમને કોઇ કહેવાવાળું છે નહીં'
Continues below advertisement
સુરતના અલથાણ વિસ્તારમાં 5 કરોડના ખર્ચે મેયરનો બંગલો તૈયાર કરાયો છે. મેયરના વિસ્તારમાં જે સુવિધાઓ છે તે જનતાને પણ મળે લે જરૂરી છે. આ બંગલો 5983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર થયો છે. આ બંગલામાં ગાર્ડન, બે માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેયર બંગલામાં મેયર હેમાલી બોઘાવાલાએ કુંભઘડો પણ મૂકી દીધો છે.જોકે સુરત મનપાએ જે રીતે બંગલો બનાવવામાં વધુ પડતો રસ દાખવી કામગીરી કરી છે તેમ સુરત શહેરમાં વિકાસના કામો પર ધ્યાન આપે.
Continues below advertisement