Surat News: જાહેરમાં કચરો નાખનાર-થૂકનારને આકરો દંડ થશે, સુરત મનપાએ સ્વચ્છતા મુદ્દે કસી કમર

Continues below advertisement

જાહેરમાં કચરો નાખનાર-થૂકનારને આકરો દંડ થશે, સુરત મનપાએ સ્વચ્છતા મુદ્દે કસી કમર

સુરત મહાપાલિકા સ્વચ્છતાને લઈ એકશન મોડમાં આવી છે. જાહેરમાં કચરો નાંખનારા અને થૂંકીને ગંદકી ફેલાવનારાને મહાપાલિકાએ આકરો દંડ ફટકારવાની તૈયારીઓ શરૂ કરી છે. સુરત મહાપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી વાર પ્રથમ ક્રમે આવવા કમર કસી છે. મહાપાલિકાએ શહેરમાં લાગેલા સાડા ચાર હજાર કેમેરાની મદદથી ઈમરજંસી રિસપોન્સ સેન્ટર પરથી ગંદકી ફેલાવતા નાગરિકો પર સતત વોચ રાખી રહી છે. આ તરફ મહાપાલિકા તરફથી શહેરીજનોને જાહેરમાં ગંદકી ન ફેલાવવા જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. જો કોઈ નાગરિક જાહેરમાં થૂંકી કે કચરો ફેંકી ગંદકી ફેલાવશે તો મહાપાલિકા તેના વાહનનો ફોટો પાડી RTO કચેરીમાં મોકલશે. જ્યાંથી વાહનચાલકના નંબર મેળવી તેને દંડની રકમ ફટકારશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram