Surat News: માનવતાને શર્મસાર કરતો કિસ્સો, મૃત મિત્રની ઉત્તરક્રિયામાં મોબાઈલ ચોરીને 3 લાખ ઉપાડી લીધા
abp asmita
Updated at:
13 Jun 2024 05:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કાપોદ્રામાં મિત્રતાને શર્મસાર કરતી ઘટના. મૃત મિત્રનો મોબાઇલ ચોરી ગૂગલ-પેથી ત્રણ લાખ ઉપાડી લીધા. જલારામ સોસાયટીમાં રહેતા અને વીવિંગ એક સાથે સંકળાયેલા નિકુલ ગોવિંદ ગજેરાનું 17 મેએ કેન્સરની બીમારીમાં અવસાન થયું. 28 તારીખે બારમા અને પાણી ઢોળવાની વિધિ રાખવામાં આવી હતી...તે વખતે મૃતકનો ફોન જે તેની પત્ની રુચિતાબેન પાસે હતો તે મહેમાન બનીને આવેલું કોઇ વ્યક્તિ ચોરી ગયું.. 10 હજારની કિંમતનો ફોન ચોરી થવાને લઇ મૃતકના ભાઈ નરેન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસ મથકના ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદ પણ કરી. પરંતુ થોડાક દિવસ બાદ નિકુલભાઇના બેન્ક એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા એક સ્થળે ગૂગલ-પેથી ઓનલાઇન ટ્રાન્સફર થયા. જેથી પોલીસે સતર્કતા વાપરી મિત્રને ઝડપી લઈ રોકડા ૩ લાખ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યો..