Surat News: ઉમરપાડાના ઊચવાણ ગામે કબ્રસ્તાનમાંથી બે શંકાસ્પદ મૃતદેહ મળ્યાં

Continues below advertisement

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાં લીસોટા પડેલા અને તાજી કબર ખોદાયેલ પર સ્થાનિકોની નજર જતાં તેઓને કઈ અજગતું લાગતાં તેઓએ તુરત ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. જેને લઇને સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર,ઉમરપાડા પોલીસ મથકના પીએસઆઈ અર્જુન સાબડ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કબર પરથી માટી કાઢવામાં આવતાં અંદર બે મૃતદેહ મળી આવ્યા હતા.

એકાદ ફૂટ જેટલો ખાડો ખોદી બન્ને અજાણ્યા યુવાનોના મૃતદેહો દાટી દેવામાં આવ્યા હતા. જે બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા બન્નેના શરીરે ઈજાઓના નિશાન જોવા મળ્યા છે. જેને લઇને હાલ FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે. બન્ને યુવાનની હત્યા કરી કોઈ અહીંયા મૃતદેહ દાટી ગયા હોવાનું અનુમાન છે. મૃતક યુવાનો કોણ છે ?, કોણે હત્યા કરી ? એ જાણવા પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram