Surat: કોરોના દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળે તે માટે સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજની ટેંક ઈન્સ્ટોલ કરાઈ
Continues below advertisement
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળી રહે તે માટે નવી ૨૦,૦૦૦ લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. સુરત ના સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ છે. પહેલી લહેરમાં રોજ ૧૩ થી ૧૪ મેટ્રિક ટન વપરાશ સામે આ વર્ષે બીજી લહેરમાં દૈનિક ૨૫ મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. સ્મિમેર હોસ્પિટલમાં ઓક્સિજનક્ષમતા ૫૦ હજાર લિટર સુધી પહોચી છે.
Continues below advertisement